લાયન્સ ક્લબ ઓફ ભિલાડ આરાધના દ્વારા વલસાડ હાલર પ્રાથમિક શાળા માં છત્રી અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું.
લાયન્સ ક્લબ ઓફ ભિલાડ આરાધનાના પ્રમુખ સોનલબેન પરમાર ના પ્રમુખસ્થાને છત્રી અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વલસાડ હાલર મુખ્ય પ્રાથમિક શાળા ના બાળકો ને શાળા માં નિયમિત આવવા માટે છત્રી આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, લાયન્સ ક્રિષ્નાસિંગ પરમાર દ્વારા બાળકો ને શાળા માં નિયમિત આવવા અને તેઓ એ પણ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળા માં લીધું હોવાનું જણાવી બાળકો ને શિક્ષિત બની પોતાનું ભવિષ્ય બનાવવા નું જણાવી માર્ગદર્શન આપ્યું હતું,
લાયન્સ ક્લબ ની સેવાકીય પ્રવૃત્તિઓ માં સોનલબેન પરમાર જોડાયેલા હોય અને યુ.એસ.એ.થી તેમના બેન ડો.કેતલ શિશોદીયા,શેંલા એમ દેસાઈ દાતા તરીકે સેવાઓ આપી હતી.
લા.સોનલબેન પરમાર અને ડો.કેતલ શિશોદીયાના માતૃશ્રી પુષ્પાબેન દેસાઈ હાલર પ્રાથમિક શાળા માં સેવા બજાવી નિવૃત થયા હતા. લા.સોનલબેન અને કેતલબેન માતા ના અનુભવ આધારે હાલની વરસાદી માહોલમાં બાળકોની જરૂરીયાત ને ધ્યાને રાખી છત્રી નું વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો, આ સેવકીય પ્રવૃત્તિમાં લાયન્સ ક્લબ ઓફ ભિલાડ આરાધનાના પ્રમુખ સોનલબેન પરમારના પ્રમુખસ્થાને છત્રી અને ચોકલેટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.
શાળાના ૬૨ થી વધુ બાળકો છત્રી અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમ માં ડો.કેતલ શિશોદીયા (યુ.એસ.એ.),શેંલા એમ દેસાઈ (યુ.એસ.એ.),લા.ક્રિષ્નાસિંગ પરમાર,લા.સોનલબેન પરમાર,લા.પીનલ પટેલ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય રીતેશભાઈ પરમાર તેમજ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

.jpeg)

No comments