Translate

વલસાડ : ઝેનીથ ડોક્ટર હાઉસ અને પારડી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

 


આજરોજ ઝેનીથ ડોક્ટર હાઉસ અને પારડી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમપમાં ડોક્ટર, નર્સીસ પેરામેડિકલ સ્ટાફ અને એડમીન ટીમે પૂરા ઉત્સાહ સાથે ભાગ લઈ આશરે 40 જેટલી બોટલ રક્તદાન કરી અનોખી રીતે ડોક્ટર્સ ડે ની ઉજવણી કરી હતી. વધુમાં હોસ્પિટલમાં દાખલ દર્દીએ સંબંધી ઈશાકભાઈ શેખ એ પણ રક્તદાન કર્યું હતું જેમનો આજરોજ જન્મદિવસ હતો.  ZDH ટીમ વતી ઈશાકભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જેથી આજનો ડોક્ટર ડે યાદગાર બની ગયો. ZDH ટીમે દરેક રક્તદાનોને સહૃદયથી આભાર વ્યક્ત કર્યું.

No comments