Translate

ઊંટડીમાં આવેલ શાંતાબેન વિદ્યાભવનમાં પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન.

 

ઊંટડી વિભાગ કેળવણી મંડળ અને દેસાઈ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઊંટડીમાં આવેલ શાંતાબેન વિદ્યાભવનમાં તારીખ 4 થી 8 મે દરમિયાન બાળકો વેકેશનનો સદુપયોગ કરે અને નવીનવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શીખે એવા ઉમદા હેતુથી ફ્રી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

સમર કૅમ્પના પ્રથમ દિવસના પહેલા સેશનમાં કાર્યક્રમની શરૂઆત ઈશ્વર પ્રાર્થનાથી થઈ હતી. આ કેમ્પમાં બાળકોને મેડીટેશન કરાવ્યા બાદ ડાન્સની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. બીજા સેશનમાં ધોરણ ૧ થી ૪ ના બાળકોએ ચિત્રમાં રંગપૂરણીનો આનંદ માણ્યો હતો. ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ ફિંગર પપેટ બનાવી ઉત્તમ કલાશક્તિનું પ્રદર્શન કર્યું હતું. સમર કેમ્પના પ્રથમ દિવસે ઊંટડી તથા આજુબાજુના વિસ્તારના 200થી વધુ બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. અંતે પૌષ્ટિક અલ્પાહાર કરીને સૌ મિત્રોએ આનંદ માણી સમર કેમ્પના પ્રથમ દિવસની પૂર્ણાહુતિ કરી હતી. આ કાર્યક્રમમાં ઊંટડી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ દેસાઈ, દેસાઈ ફાઉન્ડેશનના રિજિયોનલ ડાયરેક્ટર યતિબેન દેસાઈ, શાળાના આચાર્ય શ્રીમતી ભાવનાબેન મિસ્ત્રી તથા સ્ટાફ મિત્રોએ હાજર રહી બાળકોને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું.



No comments