વલસાડમાં પાક ધીરાણની સબસીડી ખેડૂતોને ચૂકવવાની માગ સાથે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
રાજ્ય સરકાર દ્વારા બેંકને સબસીડીની રકમ ન મળતા ખેડૂતોએ પાક ધિરાણનું વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે
વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં ખેડૂતોને બેંકમાંથી 3 લાખ સુધીની પાક ધિરાણ લોન 0 ટકા વ્યાજે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વલસાડ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા બેંકને સબસીડીની રકમ ન મળતા ખેડૂતોએ પાક ધિરાણનું વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. જેથી વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રાજ્ય સરકારને પાક ધિરાણની સબસીડી ખેડૂતોના ખાતામાં જમા કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોને સમયસર પાક ધિરાણ સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે 3 લાખ સુધીના પાક ધિરાણ ઉપર 0 ટકા વ્યાજની જાહેરાત કરવામાં આવી હતી. જેની સાથે ગુજરાતના ઘણા ખેડૂતોએ ખેતીના પાક ઉપર 3 લાખ સુધીની પાક ધિરાણ લોન યોજના હેઠળ લીધી હતી. જેમાં ૩ લાખ સુધી ની. લોન ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેંકને સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને અનેક ખેડૂતોએ પાક ધિરાણ યોજના હેઠળ 3 લાખ સુધીની લોન મેળવી હતી.
ખેડૂતોને 3 લાખની પાક ધિરાણ લોન સામે રાજ્ય સરકાર ની જાહેરાત મુજબ વ્યાજ માં રાહત ની રકમ બેંકોમાં જમા ન થતા ખેડૂતોએ પાક ધિરાણ લોન ઉપર વ્યાજની રકમ ચૂકવવી પડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈ. અને અન્ય કાર્યકરો તેમજ અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પાક ધિરાણની સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી.જેથી ખેડૂતો ને એ રકમ ચોમાસા માં.બિયારણ અને અન્ય ખર્ચ માં ઉપયોગી થાય....

No comments