Translate

વલસાડ સિવિલમાં સર્જન્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દૂરબીન સર્જરીથી હરણ્યાનું સફળ ઓપરેશન

 


વલસાડ સર્જન એસોસીયેશન અને મેડીકલ કોલેજ સિવિલ હોસ્પિટલ વલસાડના સંયુકત પ્રયાસથી AWRSC નાં નેજા હેઠળ “ હરણ્યા વર્કશોપ ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વર્કશોપ તા . ૧૬/૦૪/૨૦૨૨ ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતેના ઓપરેશન થીયેટરના સંકૂલમાં રાખવામાં આવેલ હતું . જેમાં દૂરબીન દ્રારા હરણ્યાનું ઓપરેશન કેવી રીતે કરી શકાય તેનું નિદર્શન મુંબઇના નાંમાકિત સર્જન ડો.રાહુલ મહાદર , ડો.જીજ્ઞેશ ગાંધી તેમજ ડો.રાજેશ શ્રીવાસ્તવ દ્રારા પ્રત્યક્ષ રીતે ઓપરેશન કરવામાં આવ્યું અને જેમાં દક્ષિણ ગુજરાતના ૩૦ જેટલા સર્જન ડોકટરોએ ટ્રેનીંગ લીધી .

આ કાર્યક્રમના મુખ્ય કો.ઓડીનેટર ડો . એમ.એમ.કુરેશીએ જણાવ્યું કે દૂરબીન દ્રારા હરણ્યાનું ઓપરેશન કરવાથી ઝડપથી સાજો થાય છે દુઃખાવો નહીંવત થાય છે . અને ૫ દિવસોમાં જ દર્દી એનાં કામકાજ કરી શકે છે . આધુનિક ટેકનોલોજી અને વિશિષ્ટ સર્જરીની સ્કીલથી આ શકય બન્યું છે . ટ્રેનીંગ લીધેલા સર્જનોને હવેથી આ પ્રકારની દૂરબીનથી ઓપરેશન કરવા ની પ્રેરણા મળશે .

એસોશીયેશન પ્રમુખ ડો.પ્રદીપ મિસ્ત્રી દ્રારા આમંત્રિત સૌંનું સ્વાગત કરવામાં આવ્યું અને સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગનાં હેડ ડો. જનક પારેખ દ્રારા તમામ હાજર ડોકટરનું સન્માન કરવામાં આવ્યું હતું . ઓ.ટી સ્ટાફ , સર્જરી વિભાગના રેસીડેન્ટો પણ સેવા આપી હતી . આવા સ્કીલ બેઝડ વર્કશોપ નિયમિત પણે અહીં થાય તેની ડો જનક પારેખ દ્વારા સંપૂર્ણપણે સહકાર આપવાની ખાતરી આપી હતી . આ આખા કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે સંચાલન કરવા માટે સિવિલ હોસ્પિટલ તથા તમામ ડોકટર અને સર્જન એસોશીયેસન દ્રારા ડો. એમ. એમ. કુરેશીનું સન્માન કરવામાં આવ્યુ હતું .




No comments