Translate

વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ઉદવાડામાં સોઇલ ટેસ્ટિંગ લેબ શરૂ કરાઇ

 

વલસાડ જિલ્લાના પારડી તાલુકા માં ઉદવાડા ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમવાર જમીનના 14 પ્રકારના વિવિધ ઘટકોનું પૃથ્થકરણ તથા 100 જેટલા પાકો માટે જરૂરી ખાતરની ભલામણ જમીનના પૃથ્થકરણને આધારે કરવામાં આવશે જેને કારણે ઓછા ખાતરથી ખેડૂતને વધુ ઉપજ મળતાં તેમને ફાયદો થશે . ગુરૂવારના રોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના આધુનિક લેબનું હસ્તે હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ ના પ્રવિણભાઇએ સોઈલ ટેસ્ટિંગના કારણે ખેડૂતોને થનારા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી વર્ષમાં એકવાર સોઇલ ટેસ્ટ કરવાના માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો . ડિજિટલ ઇન્ડિયા સીએસસી ના ડેપ્યુટી મેનેજર મનીષભાઈ પ્રજાપતિએ ખેડૂતોને ઘર બેઠા વિવિધ ચીજવસ્તુઓ મંગાવી સત્તા હોય તથા પોતાની ઉપર બેસી શકતા હોય તેનો લાભ chc લેવાનું ના માધ્યમથી લાભ જણાવ્યું હતું ગત વર્ષે સીએસસી ના માધ્યમ થી કચ્છ સુધી કેરી મોકલી હોય આ વર્ષે વલસાડી આફુસ અને દેશના અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવામાં આવશે જ એવી ખાતરી પણ આપી હતી વલસાડના એગ્રો પ્રોડ્યુસર ચેરમેન શશીકાંત પટેલે આ પ્રસંગે તેમના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોની આવક વધારવાના ભાગ રૂપે પ્રથમ એગ્રો સેન્ટર બાદ હવે સોઇલ ટેસ્ટિંગ લેબ ચાલુ કરાઈ છે . આગામી સમયમાં કેરીની જાળવણી માટે હિટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ , રાઈપનિંગ ચેમ્બર , કોલ સ્ટોરેજ , ડ્રાઇગ પ્લાન્ટ , ફોઝન પ્લાન્ટ નાખવાની સાથે ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવાના પ્રયાસો થશે એમ હતું.આ સોઈલ ટેસ્ટિંગ વલસાડ જિલ્લાના ખેડૂતો ને ખેતી કરવામાં નવું માર્ગદર્શન મળશે અને સારી ઉપજ મળવાની આશાએ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે . 



No comments