વલસાડના રાબડા ગામે વિદ્યાર્થી ઓને યુનીફોર્મ તેમજ નોટબુકોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું
વલસાડના રાબડા ગામે આવેલ સ્વર્ગસમા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં ગીર ગાયોની એક આદર્શ ગૌશાળા આવેલ છે તેનું સંચાલન માં વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તા. ૧૧-૧૨-૨૦૨૧ને શનિવારના રોજ આ ટ્રસ્ટ દ્વારા રાબડા ગામની પ્રાઈમરી સ્કુલોમાં વિદ્યાર્થીઓને નોટબુકો તેમજ માધ્યમિક સ્કુલમાં યુનીફોર્મ તથા નોટબુકોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.આ ટ્રસ્ટ દ્વારા આવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. નોટબુક તથા યુનિફોર્મના વિતરણના આ કાર્યક્રમ દરમ્યાન આ ટ્રસ્ટના ઓથોરાઇઝડ પર્સન શ્રી કિરીટભાઈ ડેડાણીયા, આશિષભાઈ કાકડિયા, જીતુભાઈ ઠક્કર, ગામના અગ્રણીઓ ઠાકોરભાઈ પટેલ, શૈલેષભાઈ, કિર્તીભાઈ તથા પ્રિન્સીપાલશ્રી દિપકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
No comments