Translate

ધેરીના દીપા બારમાં ગુપ્ત ભોંયરામાં ગોંધી રખાયેલી 17 ડાન્સરનું રેસ્ક્યુ



 મુંબઈના અંધેરીમાં દીપા ડાન્સ બાર પર ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખા દ્વારા દરોડા પાડીને 17 બારબાળાને ઉગારી લેવામાં આવી હતી. આ બારના એક ગુપ્ત ભોંયરામાંથી બારબાળાઓ મળી આવી હતી જે ભાયરોમાં જવાનો રસ્તો મેક-અપ રૂમની દીવાલના અરીસાની પાછળથી હતો. પોલીસે અચાનક દરોડા પાડતાં ડાન્સ બારના સંચાલકોએ અંદર ગોઠવવામાં આવેલી અદ્યતન ઇલેક્ટ્રોનિક સિસ્ટમની મદદથી સતર્ક કરીને બારબાળાઓને ભોંયરામાં છુપાવી દીધી હતી.અંધેરીના દીપા બારમાં શનિવારે મહિલાઓને ગ્રાહકો સામે નાચવા માટે મજબૂર કરવામાં આવતી હોવાની માહિતી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો.

જોકે સર્ચ ઓપરેશન પોલીસ ટીમના આયોજન મુજબ થયું નહોતું. બાથરૂમ, સ્ટોરેજ રૂમ અને રસોડું પણ (અધિકારીઓ દ્વારા બારબાળાઓને છુપાવવા માટે ઉપયોગમાં લેવાતી જગ્યાઓ) ખાલી હતી. બાર મેનેજર, કેશિયર અને વેઈટરની સતત પૂછપરછમાં પણ કોઈ કશું મળ્યું નહોતું. બારમાં બારબાળાઓ નથી અને ડાન્સ પણ થતો નથી એમ તેઓ સતત કહેતા હતા.જોકે મેક-અપ રૂમની દીવાલમાં લાગેલા મોટા અરીસાએ એક અધિકારીનું ધ્યાન ખેંચ્યું હતું. દીવાલમાંથી અરીસાને દૂર કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો, કારણ કે તે જાણવા મળ્યું કે અરીસો તેની સાથે ખૂબ વ્યૂહાત્મક રીતે જોડાયેલો છે.



એ પછી અરીસાને મોટો હથોડો મગાવીને તોડી નાખવામાં આવ્યો હતો અને સાંકડા ગુપ્ત ભોંયરામાં તરફ દોરી જતો માર્ગ અંદરથી મળી આવ્યો હતો. આ છૂપી અંધારી સાંકડી કોઠડીની અંદર સત્તર બારબાળાઓ ઠાંસી ઠાંસીને ભરેલી મળી આવી હતી. વળી, તેમાં ઓટોમેટિક ઈલેક્ટ્રિક દરવાજા લગાવવામાં આવેલે હતા. છૂપાભોંયરામાં એસી, બેડ્સ જેવી તમામ સુવિધાઓ હતી, પરંતુ વેન્ટિલેશન નહોતું, એમ પોલીસે જણાવ્યું હતું. ડીસીપી રાજુ ભુજબળની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી અને સડસડાટ 15 કલાક સુધી આ કાર્યવાહી ચાલતી રહી હતી.

No comments