વલસાડની મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર નું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન, વલસાડ બ્રાંચ દ્વારા વલસાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું
વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ વલસાડની મુલાકાતે આવ્યા હતા વેસ્ટર્ન રેલવે એમ્પ્લાઈઝ યુનિયન દ્વારા યુ. એસ. એફ. ડી ઓફિસ ના કોનફરસ હોલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું અને સાથે મેમોરેન્ડમ આપી રેલવે કર્મચારીઓની સમસ્યાઓ થી અવગત કરાવવા આવ્યા.
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન તરફ થી જનરલ મેનેજર ને આપવામાં આવેલ મેમોરેન્ડમ નાં મુખ્ય માંગણીઓ
૧). એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટ, C&W, ઈલેક્ટ્રીક કોચીંગ, લોકો શેડ, રનિંગ, ટ્રાફિક, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ ની ખાલી જગ્યાઓ પર તુરંત નવી ભર્તી કરવામાં આવે.
૨). મુંબઈ ડિવિઝનમાં મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રેકોગનાઈઝ કરવામાં આવે.
૩). રેલવે હોસ્પિટલ, વલસાડ માં આવશ્યક દવાઓ નથી મળતી.
ઈમરજેન્સી હાલત માં CMS વલસાડ દ્વારા પસંદીદા કેસમાં જ પ્રાયવેટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે.
રેલવે હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટર ઘણા સમયથી કાર્યરત નથી અને પેશન્ટ ને JRH મુંબઈ રેફર કરવામાં આવે છે.
૪). ખસ્તાહાલ રેલવે ક્વાર્ટર ના બદલે નવા ક્વાર્ટર બનબનાવવામાં ડઆવે.
૫). જર્જરિત રેલવે ક્વાર્ટર ના રિપેરિંગ માટે ફંડ ફાળવવા માં આવે.
૬). ઈસ્ટ અને વેસ્ટ રેલવે કોલોની વલસાડ ની અંદર એપ્રોચ રોડ બનાવવા આવે, જર્જરિત રેલવે ક્વાર્ટર રિપેરિંગ કામ કરવામાં આવે, પીવાનાં પાણીની લાઈન નવી નાખવામાં આવે અને બાકી સમસ્યાઓ દૂર કરવા આવે.
૭). ૪૩૫૦૦ થી વધુ બેઝિક ના કર્મચારીઓ ને નાઈટ ડ્યૂટી ભથ્થું આપો
૮). હાઈ સ્પીડ ટ્રેનોમાં કો-ડ્રાઇવર ઈશ્યૂ રીવ્યુ કરવામાં આવે.
૯). ઓન રિક્વેસ્ટ ટ્રાંસફર માટે કર્મચારીઓ ને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે.
૧૦). સુરત ખાતે જે. સી. બેંક ની શાખા ખોલવામાં આવે
૧૧). લોકો શેડ, C&W, TL/RAC ખાતે એમ્બ્યુલન્સ સર્વિસ પુરી પાડવામાં આવે
૧૨). રેલવે કર્મચારીઓને કોરોના વોરીયર જાહેર કરવામાં આવે.
આ ઉપરાંત મુંબઈ ડિવિઝનની બીજી સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવી.
આ પ્રસંગે AIRF વર્કિંગ કમિટી ના સદસ્ય કૉમ પ્રકાશ સાવલકર, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વલસાડ બ્રાન્ચ ના સેક્રેટરી હુસેન બેલીમ, સંજય સિંહ, ચેયરમેન રોબિનસન, સ્મિતા પટેલ, સિવન, કનૈયા સોલંકી, રામદાસ,સાલુંકે ભાઈ,પંકજ માહ્યાવંશી અને યુનિયન ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં
No comments