Translate

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારીઃ



વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ એન.એ.રાજપૂતે ચૂંટણીની આચાર સંહિતા અને રાજ્‍ય ચૂંટણી પંચની સૂચનાઓ ધ્‍યાને લેતાં ચૂંટણીના સરળ સંચાલન માટે તથા જાહેર જનતાને ઘોંઘાટ ન થાય તે માટે વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના સમાવિષ્‍ટ મતદાન મથક વિસ્‍તારમાં સવારના ૮-૦૦ વાગ્‍યાથી રાતના ૧૦-૦૦ વાગ્‍યા વચ્‍ચે સંબંધિત અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી સિવાય જાહેર સ્‍થળો અને સભા સરઘસના સ્‍થળે ચૂંટણી પ્રચારના કોઇ પણ હેતુ માટે સ્‍થાયી કે ફરતા વાહન ઉપરના સ્‍ટેટિક અથવા માઉન્‍ટેડ લાઉડસ્‍પીકરનો ચૂંટણી પ્રચારના કોઇ પણ પ્રકારે ઉપયોગ કરવા ઉપર અમલ તાત્‍કાલિક અસરથી તા.૦૪/૧૨/ર૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે. રાત્રિના ૧૦-૦૦ થી સવારના ૮-૦૦ ના સમયગાળા દરમિયાન લાઉડ સ્‍પીકરની પરવાનગી મળશે નહીં. આ પ્રતિબંધિત આદેશોમાંથી ફરજપરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નૉડલ ઓફિસર, પોલીસ ઓફિસર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલા અધિકારીઓ અને સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ તથા તેઓને મદદ કરતી વ્‍યક્‍તિઓ/એજન્‍સીઓને મુક્‍તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ત્રણ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા દંડ અથવા બન્ને પ્રકારની સજાને પાત્ર થશે. 

 

No comments