Translate

બાયાયત વિભાગ દ્વારા ચણવઈ ખાતે કિચન-ટેરેસ ગાર્ડન અંગે તાલીમ યોજાઈ

 


 બાયાયત વિભાગ દ્વારા બાગાયત યોજના હેઠળ અર્બન હોર્ટીકલ્‍ચર ડેવલપમેન્‍ટ યોજનાનું ચણવઈ ખાતે ગાંધીનગર ખાતેથી વર્ચ્‍યુઅલ ઉદ્‌ઘાટન કરાયું હતું. 

વલસાડ જિલ્લાના શહેરી વિસ્‍તારની ૫૦ જેટલી મહિલાઓને સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ-ચણવઈ ખાતે કીચન ટેરેશ ગાર્ડન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રકારની ખેતી કરવાની પદ્ધતિથી  સૌને વાકેફ કરી પ્રત્‍યક્ષ રીતે કામગીરી કરાવી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત તાલીમાર્થીઓને ઉપસ્‍થિત અધિકારીઓના હસ્‍તે પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું.  

આ અવસરે નાયબ બાગાયત નિયામક સી.જી.પટેલે આ યોજના હેઠળ શહેરી વિસ્‍તારના ભાઈ બહેનો ટ્રેનિંગ લેવા માગતા હોય તો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સેવાસદન એક પહેલા માળે, ધરમપુર રોડ વલસાડનો અથવા ૦૨૬૩૨-૨૪૩૧૮૩ નંબર પર સંપર્ક સાધવા જણાવ્‍યું હતું. 

આ કાર્યક્રમમાં પ્રોજેક્‍ટ ઓફિસર જે.સી.પટેલ, વલસાડ તાલુકા બાગાયત અધિકારી બી.જી.નાયક તેમજ તાલીમાર્થીઓ હાજર રહયા હોવાનું નાયબ બાગાયત નિયામક વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments