વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૦ કરોડ રસીકરણની ઉત્સાહપૂર્ણ ઉજવણી
કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં કોરોના સામેનું યુદ્ધ સમગ્ર દેશે સફળતા પૂર્વક પાર પાડી કોરોના મહામારી સામે કવચ સમાન વેક્સિનનાં ૧૦૦ કરોડ ડોઝની કામગીરી પૂર્ણ કરતાં વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
પોલીસ બેન્ડની સુરાવલી સાથે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા, નગરપાલિકા પ્રમુખ દર્શનાબેન પટેલ સહિત મહાનુભાઓએ ડોક્સર્સ અને આરોગ્યકર્મીઓ સહિત તમામ કોરોના વોરિયર્સને રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરવામાં સહયોગી બનવા બદલ અભિનંદન આપી સન્માનિત કર્યા હતા અને તેમની અમૂલ્ય સેવાને બિરદાવી હતી.
આ અવસરે ધારાસભ્ય ભરતભાઇ પટેલે કોરોના વોરીયર્સની અવિરત કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ રસીકરણ અભિયાનમાં વહીવટીતંત્રની સાથે જોડાયેલા ડોકટર, સ્ટાફ, નર્સ સહિત તમામ અભિનંદનને પાત્ર છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વેકસીનની શોધ કરી દેશના દરેક નાગરિક ને વેકસીન મળી રહે તનું સુચારુ આયોજન કરતાં આજે ૧૦૦ કરોડ ડોઝ પુરા કર્યા છે. જેના લીધે ત્રીજી લહેરથી આપણે બચી શક્યા છીએ.
આ અવસરે નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા, નગરપાલિકા પ્રમુખ દર્શનાબેન પટેલ, જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ, સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા.
No comments