Translate

ડેન્‍ગ્‍યુ-મેલેરીયાથી બચવાના ઉપાયો

 


ચોમાસાની ઋતુમાં વાહકજન્‍ય રોગોનું પ્રમાણ વધુ રહેતું હોવાથી તેની સામે બચવા માટે જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ઉપાયો બતાવ્‍યા છે. 

જે અનુસાર સખત તાવ, સાથે આંખોના ડોળા પાછળ દુઃખાવો થાય, હાથ-ચહેરા પર ચકામા પડે તો ડેન્‍ગ્‍યુ હોઈ શકે છે, જેની તાત્‍કાલિક સારવાર લેવી હિતાવહ છે. ડેન્‍ગ્‍યુ તાવ એડીસ મચ્‍છરો દ્વારા ફેલાય છે જે દિવસે જ કરડે છે, જેથી પુરેપુરું શરીર ઢંકાઈ તેવા કપડા પહેરવા, મચ્‍છરથી દૂર રાખવાની કીમ લગાવવા, ઘરમાં પાણીના વાસણો હવાચુસ્‍ત ઢાંકણથી બંધ રાખવા તેમજ તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફુલદાનીઓ વગેરે નિયમિતપણે અઠવાડિયામાં એક વખત સાફ કરવા જોઇએ.  

મેલેરીયાથી બચવા માટે સામાન્‍ય તાવ આવે ત્‍યારે લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયા માદા એનોફીલીસ મચ્‍છરથી ફેલાય છે અને તે ચોખ્‍ખા અને બંધિયાર પાણીમાં પેદા થાય છે. જેથી મચ્‍છરોની ઉત્‍પતિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો હવા ચુસ્‍ત ઢાંકણાથી ઢાંકી દેવા, પાણીના નાના ભરાવો વહેવડાવી દેવો કે માટીથી  પુરાણ કરી દેવા, પાણીના મોટા ભરાવવામાં ગપ્‍પી ફીશ મુકવા, રાત્રે સુવા માટે જંતુનાશક દવાયુકત મચ્‍છરદાની  ઉપયોગ કરવા તેમજ વહેલી સવારે અને સંધ્‍યાકાળે બારી બારણાં બંધ રાખવા અનુરોધ કરાયો છે.

No comments