મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૧૪/૮/૨૦૨૧ના રોજ વલસાડ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓશ્રી સવારે ૧૦-૩૦ કલાકે ઉમરગામ તાલુકાના કલગામ ખાતે મારુતિનંદન વનનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સાંસ્કૃતિક વનની મુલાકાત લેશે. તેઓ સવારે ૧૦-૪૫ કલાકે કલગામ ખાતે ૭૨મા રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત યોજાનારા સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપશે અને ૧૧-૩૫ કલાકે હેલીપેડ થઇ ગાંધીનગર જવા રવાના થશે.

No comments