વલસાડ જિલ્લાનો વરસાદ
વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલ વિગતો અનુસાર જિલ્લામાં તા. ૩૧/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૪૯ મી.મી., કપરાડા તાલુકામાં ૦૪ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૪ મી.મી., પારડી તાલુકામાં ૨૨ મી.મી., વલસાડ તાલુકામાં ૩૮ મી. મી. અને વાપી તાલુકામાં ૪૦ મી. મી. વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદની વિગતો જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૧૩૩૨ મી.મી. (૫૨.૪૪ ઇંચ), કપરાડા તાલુકામાં ૧૬૩૮ મી.મી. (૬૪.૪૯ ઇંચ), ધરમપુર તાલુકામાં ૧૪૦૮મી.મી. (૫૫.૪૩ ઇંચ), પારડી તાલુકામાં ૧૨૩૫ મી.મી. (૪૮.૬૨ ઇંચ), વલસાડ તાલુકામાં ૧૨૭૧ મી.મી. (૫૦.૦૪ ઇંચ) અને વાપી તાલુકામાં ૧૩૯૭ મી.મી. (૫૫.૦૦ ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ મોસમનો સરેરાશ ૧૩૮૦ મી. મી. એટલે કે, ૫૪.૩૪ ઇંચ વરસાદ વરસી ચૂકયો છે.
દરમિયાન આજે તા.૩૧/૦૮/૨૦૨૧ ના રોજ સવારથી વરસાદ ચાલુ રહેતાં સવારે ૬.૦૦ થી સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન ઉમરગામ તાલુકામાં ૨૬૪ મી.મી. એટલે કે, ૧૦.૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડા તાલુકામાં ૭૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૩ મી.મી., પારડી તાલુકામાં ૩૭ મી. મી., વલસાડ તાલુકામાં ૧૭ મી.મી. અને વાપી તાલુકામાં ૧૧૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

No comments