Translate

કપરાડા તાલુકાના અભેટી કૃષિ કેન્દ્ર પરિસરમાંથી નાનાપોંઢા વન વિભાગે મુકેલા પાંજરામાં દીપડો પાંજરે પુરાતા કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો

 


સૂત્રોના જણાવ્યા મુજબ નાનાપોંઢા વન વિભાગને મળેલી માહિતી મુજબ  કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરિસર માં દીપડો દેખાયો હોવાનું કેન્દ્રના અધિકારીઓ દ્વારા મેસેજ આપતા હોવાના  નાનાપોંઢા આર.એફ. ઓ. અભિજીસિંહ રાઠોડ અને   તેમની ટીમ ત્વરિત પરિસરમાં પહોંચી  દીપડો પકડવા પાંજરું ગોઠવ્યુ હતું. જેમાં રાત્રીના  સમયે દીપડો પાંજરે સફળતા પૂર્વક પૂરાતા રાત્રેજ વેટરનરી ડોકટર દ્વારા  દીપડાનું હેલ્થ ચેક અપ કરાવતા દીપડો એકદમ તંદુરસ્ત અને સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં હોવાનું જણાતા દીપડાને વહેલી સવારે ડાંગના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

No comments