પ્રખ્યાત મોડેલ, એકટર શ્રી મિલિંદ સોમણનું રન ફોર યુનિટી અંતર્ગત વલસાડ શહેરના પ્રવેશદ્વારે પ્રાંત અધિકારીશ્રી નિલેશભાઇ કુકડીયાએ સ્વાગત કર્યુઃ
મિલંદ સોમણ રન ફોર યુનિટિના માધ્યમથી બોમ્બેથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ કેવડિયા
સુધી જઇ એકતાનો સંદેશ પહોંચાડશે
આવા સ્ટેચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે બોલીવુડના પ્રખ્યાત મોડેલ, એકટરશ્રી મિલિંદ સોમણે તેમની રન ફોર યુનિટિની યાત્રા તા. 17 મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે પ.00 કલાકે શરૂ કરી તા. 21 મી ઓગસ્ટે સાંજે 5.00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટિ કેવડિયા પહોંચશે. આ યાત્રાના ભાગરૂપે આજરોજ શ્રી મિલિંદ સોમણ વલસાડ જિલ્લામાં પ્રવેશ કરતાં તેમનું વલસાડ શહેરના ધરમપુર ચોકડી ખાતે આજરોજ વલસાડના પ્રાંત અધિકારીશ્રી નિલેશભાઇ કુકડીયાએ બુકે આપીને સ્વાગત કર્યુ હતું. શ્રી કુકડિયાએ શ્રી સોમણને તેમની યાત્રાની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષાણાધિકારીશ્રી કે. એફ. વસાવા, રમગ-ગમત અધિકારીશ્રી મહેશભાઇ પટેલ,તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલ પટેલ, મામલતદારશ્રી મનસુખ વસાવા તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
No comments