Translate

વલસાડ જિલ્લામાં આજે એકપણ નવો કોરોના પોઝીટીવ કેસો નોંધાયો નથી

 


વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૧૯/૦૭/૨૦૨૧ ના રોજ ૦૩ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા છે. આજે કોવિડ-૧૯ના નવો એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જ્‍યારે જિલ્લામાં આજની તારીખે કુલ ૧૧ કેસો એક્‍ટિવ રહેવા પામ્‍યા છે. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી ૧,૭૦,૧૩૨ સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી ૧,૬૩,૪૩૭ સેમ્‍પલ નેગેટીવ અને ૬૦૪૨ સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે. 

વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં ૧૫,૮૩૯ હેલ્‍થ વર્કરોને પ્રથમ ડોઝ અને ૧૨૯૦૭ને બીજો ડોઝ, બીજા તબક્કામાં ૨૪૯૦૦ ફ્રન્‍ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ અને ૧૪,૪૦૪ ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં ૪૫ વર્ષની ઉપરના ૨,૬૮,૮૬૮ વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને ૧,૫૮,૮૩૮ વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના ૧,૯૭,૫૭૬ વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

No comments