Translate

વલસાડ જિલ્લાનો વરસાદ




વલસાડ જિલ્લામાં તા.૧૮/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૧૦૧ મી.મી., કપરાડા તાલુકામાં ૦૫ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૬ મી.મી., પારડી તાલુકામાં ૧૧૮ મી.મી., વલસાડ તાલુકામાં ૧૩૩ મી.મી. અને વાપી તાલુકામાં ૫૧ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૧૫૨ મી.મી., કપરાડા તાલુકામાં ૧૨૭ મી.મી., ધરમપુર તાલુકામાં ૪૪ મી.મી., પારડી તાલુકામાં ૧૯૦ મી.મી., વલસાડ તાલુકામાં ૧૮૪ મી.મી. અને વાપી તાલુકામાં ૧૨૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્‍યારે તા.૧૮મી જુન-૨૧ના રોજ સવારે ૦૬-૦૦ થી ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ઉમરગામ તાલુકામાં ૫૬ મી.મી., કપરાડા તાલુકામાં ૨૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૩૯ મી.મી., પારડી તાલુકામાં ૪૬ મી.મી., વલસાડ તાલુકામાં ૪૩ મી.મી. અને વાપી તાલુકામાં ૫૨ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

No comments