Translate

ભાજપ દક્ષિણ વિભાગના મીડિયા કન્વીનર શ્રી રાજેશભાઇ દેસાઈ અને સહ કન્વીનર દીપકીકાબેન ચાવડા ની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા મીડીયા વિભાગની પ્રથમ બેઠક યોજાઇ...

 


ભાજપ દક્ષિણ વિભાગના મીડિયા કન્વીનર શ્રી રાજેશભાઇ દેસાઈ અને સહ કન્વીનર દીપકીકાબેન ચાવડા ની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા મીડીયા વિભાગની પ્રથમ બેઠક યોજાઇ... 


વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા મહામંત્રીશ્રીઓ   શ્રી શિલ્પેશભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા... 


ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ના સફળ સુકાની અધ્યક્ષ માનનીય શ્રી સી.આર.પાટીલજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ દક્ષીણ વિભાગ ઝોન મીડીયા કન્વીનર રાજેશભાઇ દેસાઈ તથા સહ કન્વીનર શ્રીમતી દીપિકાબેન ચાવડાની આગેવાનીમાં જિલ્લા મીડિયા વિભાગ ની પ્રથમ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ ની શરૂઆત શુક્રવારે

શ્રી કમલમ કચેરી ધરમપુર રોડ વલસાડ ખાતે ૧૨ કલાકે કરવામાં આવી હતી.


ઉપસ્થિત મહેમાન માં દક્ષિણ વિભાગ મીડિયા વિભાગ ના કન્વીનર રાજેશ ભાઈ દેસાઈ,સહ કન્વીનર શ્રીમતી દિપીકાબેન ચાવડા,જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા,મહામંત્રીશ્રીઓ  શ્રી શિલ્પેશભાઈ દેસાઈ અને શ્રી  કમલેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે અને જિલ્લા સહ કન્વીનર શ્રી ધર્મેશભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત સહ કન્વીર શ્રીમતી દીપિકાબેનએ પ્રાસંગિક ઉદબોધન કરતા ખાસ જણાવ્યું હતું કે સર્વ પ્રથમ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી. સી.આર. પાટીલજી ના સૂચના અને તેમના અભિગમ દ્વારા પત્રકારોને મહત્વતા આપવા  પક્ષમાં એક મીડિયા વિભાગની  રચના કરવામાં આવી છે, અને માનનીય શ્રી સી.આર.પાટીલજી ખુદ પત્રકારોની વેદના સમજી ઉપરોક્ત મીડીયા વિભાગની  રચના કાર્યબાદ સમગ્ર ગુજરાતમાં મીડીયા કન્વીનર ની નિમણુક કરવામાં આવી છે જેનું માર્ગદર્શન આપવા આવ્યું હતું.

ત્યારે દક્ષિણ ગુજરાત મીડિયા વિભાગ ના કન્વીનર શ્રી રાજેશભાઈ દેસાઇ એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,પક્ષ હવે પત્રકારોને પણ માન મર્યાદા અને મહત્વતા આપવા મીડીયા વિભાગની રચના કરવામાં આવી છે.સારા પત્રકારોને પક્ષમાં જોડો અને પક્ષમાં થતા વિકાસ ના કાર્યોની સાચી માહિતી આપી લોકો સુધી પક્ષની વાત પહોંચે એવા કાર્ય કરવા સમજાવ્યા હતા.સાથે પત્રકારોને પડતી તકલીફમાં પક્ષ પડખે ઉભો રહી મદદ રૂપ થાય એવી વિશેષ જાણકારી આપી ઉપસ્થિત જિલ્લા, તાલુકાના તેમજ શહેરના મીડિયા કન્વીનરો ને માર્ગદર્શન આપ્યું હતું...

No comments