કપરાડા પોલીસનું ઉમદા કાર્ય..કોરોનાથી લોકોને બચાવવા માસ્ક આપવાની કામગીરી કરી..
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના વધતા સક્રમનને અટકાવવા સરકાર ગંભીર બની અનેક પગલાંઓ લઈ રહી છે.ત્યારે પોલીસ પણ માસ્ક વગરના લોકો પાસે દંડ વસુલ કરી રહી છે જેના પગલે લોકોમાં નારાજગી સાથે આક્રોશ પણ છે.તેવા સમયે કપરાડા પોલીસ મથકના પી.એસ.આઈ ડી.આર. ભાદરકા દ્વારા શરૂ કરાયેલા નવતર પ્રયોગમાં વાહન ચાલકો અને રાહદારીઓને માસ્ક આપવાની કામગીરી ની લોકો સરાહના કરી રહ્યા છે.સાથે માઈકમાં એનાઉન્સમેન્ટ કરી લોકોને કોરોનાથી બચવા ફરજીયાત માસ્ક પહેરવા,સોશિયલ ડિસ્ટનસનું પાલનનકરવું હાથ ધોવા અને સાવચેતીના પગલાં ઓ અંગે જણાવવામાં આવી રહ્યું છે.

No comments