વલસાડ ની એમ.ડી..શાસ્ત્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વેકસીન કેમ યોજાયો
ભાગડાવડા પંચાયત ના સભ્યશ્રી દિનેશ પટેલના પ્રયત્ન થી શ્રી એમ ડી શાસ્ત્રી સ્વામિનાાયણ હાઇસ્કૂલ પાલી હિલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ૧૯ નું વેક્સિનેસન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલી હિલ તથા ભગડાવાડા વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી તથા એમ ડી શાસ્ત્રી સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ ગોટી ની પરવાનગી તથા પ્રિન્સિપાલ શ્રીમતી નિમિષા પટેલના સહકારથી ખુબજ સરસ આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરોક્ત વેક્સિનેસન કાર્યક્રમ માં પાલી હિલ તથા ભગડાવાડા વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

No comments