Translate

વલસાડ સીટી પોલીસે વિશ્વ મહિલા દિનને દિપાવ્યું....72 વર્ષની મહિલાના ઘરે પહોંચી ખબર અંતર પૂછી વહીલચેરની ભેટ આપી

 


                                                   વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના અને નાયબ પોલીસ વડા એમ.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પ્રજામાં સેતુ બંધાઈ તેવા હેતુથી 8 માર્ચ વિશ્વ મહિલા દીને સીટી પી.આઇ. વી.ડી.મોરી ના નેતવૃતવ હેઠળ વલસાડ સીટી મહિલા પી.એસ.આઈ એસ.કે.વસાવા, અને વાય.જે.પટેલ પો.કો.રાજકુમાર કરુણા શકર  અને સ્ટાફે વલસાડ છીપ વાડ વાવડી  બુધલીબેન લલ્લુ ભાઇ પટેલના ઘરે પહોંચ્યા હતા.અને તેમની સાથે ખાસ્સો સમય વિતાવ્યો હતો,અને ખબર અંતર પૂછ્યા હતા.જેઓ   શરીરે અશક્ત હોઈ અને બે વર્ષથી ચાલી શકતા ન હોવાની જાણ વાતચીતમાં જાણવા મળી હતી.જેને સમજી પોલીસ સ્ટાફે વહીલ ચેર તેમને આપતા ભેટ આપી છે.



No comments