Translate

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓની બોલાવી બેઠક | 17 માર્ચે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે કોરોનાના વધતા કેસો પર ચર્ચા

 


                                        દેશમાં કોરોનાના વધતા કેસોને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રોને ટાંકીને કહેવાઈ રહ્યું છે કે, વડાપ્રધાન 17 માર્ચે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે કોરોનાના વધતા કેસો પર ચર્ચા કરશે. આ વર્યુઅલ બેઠક બપોરે 12.30 કલાકે મળશે. વડાપ્રધાન તરફથી આ બેઠક એ સમયે થઈ રહી છે, જ્યારે દેશમાં કોરોના કેસ આ વર્ષની શરૂઆતના 10 હજાર રોજની સરખામણીમાં વધીને રોજના 25 હજાર સુધી પહોંચી જશે.

ગત સપ્તાહે એટલે કે 8 માર્ચથી 15 માર્ચની વચ્ચે મોતોની સંખ્યામાં પણ 28 ટકાનો વધારો નોધાયો છે, જે ગત છે સપ્તાહમાં સૌથી વધુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, ગત 24 કલાક દરમિયાન દેશભરમાંથી 26,291 કેસ સામે આવ્યા છે, કે જે છેલ્લા 85 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 19 ડિસેમ્બરે તેનાથી વધુ કેસો નોંધાયા હતા. તે ઉપરાંત 17,455 લોકો કોરોનામાંથી રિકવર થયા છે અને 118 લોકોના મોત થયા છે.


No comments