Translate

વલસાડ માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ટાણે ભાજપ પક્ષે 14 સભ્યો ને પાર્ટી માંથી 3 વર્ષ માટે કરીયા બરતરફ.

 


આગામી દિવસો માં યોજાનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પેહલા વલસાડ ભાજપ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા એ તેમની પાર્ટી ના ૧૪ સભ્યો ને ૩ વર્ષ માટે પાર્ટી માંથી બરતરફ કરીયા હોવાના હેવાલો મડિયા છે. જેમાં સતાવાર ભાજપ પક્ષે આપેલી વગતો મુજબ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૧ દરમ્યાન પક્ષના આદેશ વિરુધ્ધ જઈ અન્ય પક્ષ/અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરેલ અથવા પક્ષવિરોધી પ્રવૃત્તિ માં સામેલ નીચેના સભ્યોની પક્ષે ગંભીર નોંધ લઇ તાત્કાલિક અસરથી પક્ષના તમામ સભ્યપદ/જવાબદારી માંથી આગામી ૩ (ત્રણ) વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. અને આગામી દિવસો માં અન્ય ભાજપ પક્ષ ના કાર્યકરો પક્ષ વિરોધી કાર્ય કરતા જણાશે તો તેમને પણ પક્ષ માંથી બરતરફ કરવા માટે ની તૈયારી આવનાર દિવસો હાથ ધરવામાં આવશે તેવી માહિતી વલસાડ ભાજપ મીડિયા કનવિનર દિવ્યેશભાઈ કે.પાંડે આપી હતી.

No comments