તા.૯ અને ૧૦ મી જાન્યુઆરીએ વરસાદની આગાહી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા તા.૯ અને ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૧ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઇ વલસાડ જિલ્લામાં ખુલ્લામાં રહેલા ખેતપેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઇ પણ જગ્યાએ વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તે અંગે તકેદારીના યોગ્ય પગલાં લેવા નિવાસી અધિક કલેક્ટર, વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments