Translate

વલસાડ જિલ્લામાં પ્રેમીએ સાતમા માળેથી કુદકો માર્યો

 












વલસાડ જીલ્લામાં  એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના ઘરેથી એ પણ સાતમાં માળેથી કુદકો માર્યો 

વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકામાં પ્રેમિકાને મળવા ગયેલ યુવાને સાતમા માળેથી ઝંપલાવ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ના ગાંધીવાડી વિસ્તારમાં આવેલ માણેક ટાવરના સાતમાં માળેથી આજરોજ રાજુ નામના યુવાને આપઘાત કર્યો.

રાજુ નામનો યુવાન આજ રોજ પોતાની પ્રેમિકાને મળવા માટે ગયેલો હતો. અને તે દરમિયાન પ્રેમીકાનો પતિ આવી જતા પ્રેમી યુવાન ગભરાઈ ગયો હતો. અને સાતમાં માળેથી આપઘાત કર્યો હતો.  આગાઉ પણ આ યુવાન પ્રેમિકા સાથે પકડાઈ ગયો હતો. અને મામલો ગરમાયો હતો.

યુવકે સાતમા માળેથી કુદીને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તો ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

No comments