Translate

વડોદરા : SSG હોસ્પિટલના કોરોના વોર્ડમાં આગ લાગી

 


વડોદરા: સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આગ લાગી છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો અને બચાવ કામગીરી હાથ ધરી છે. સયાજી હોસ્પિટલમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા.

No comments