સુરતના ONGC પ્લાન્ટ માં લાગી ભીષણ આગ
સુરત: હજીરા વિસ્તારમાં આવેલી ઓએનજીસી કંપનીના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે ૩ વાગ્યે ત્રણ વિસ્ફોટ સાથે આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. ગેસ પાઈપલાઈનમાં ટર્મિનલ 1 અને 2માં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પરિસ્થિતિને કાબુમાં લેવા સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગેસ લિકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
આ વિસ્તાર સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને મોટા મોટા ઉદ્યોગો અહીં છે. ત્યારે અચાનક થયેલા ધડકાને કારણે કંપની નજીકના ગામના લોકો ગભરાઈને ઘરની બહાર રોડ ઉપર નીકળી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે પરિસ્થિતિને કાબુમાં લેવા સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટ તરફ જવાના રસ્તા પણ બંધ કરી દેવાયા છે.
સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થવાથી આગ લાગી છે. સવારે 3.05 વાગ્યાના અરસામાં 3 બ્લાસ્ટ થયા હતા. હાઇડ્રો કાર્બન ગેસ લીકેજથી આગ લાગી છે. જોકે, હાલ જાનહાની અંગે કહી શકાય તેમ નથી. મુંબઇથી આવતી મેન લાઇનમાં આગ લાગી હોવાથી હાલ આ લાઈન બંધ કરી દેવામાં આવી છે. ગેસને ડિપ્રેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઇડ્રો કાર્બન પ્રાકૃતિક ગૅસ છે.

No comments