વલસાડ : રોણવેલ ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપ સરપંચ ને કલેકટર સાહેબ દ્વારા દંડ ફટકારી સજા કરવામાં આવ્યુ
રોણવેલ ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપ સરપંચ શ્રી ને કલેકટર સાહેબ દ્વારા ગોચરમાં થી ગેરકાયદેસર માટી કાઢવા બાબતે 67,10,650 રૂપિયાનો દંડ ફટકારી સજા કરવામાં આવેલ હતી. જે અન્વયે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડ દ્વારા રોણવેલ ગામ ના સરપંચ શ્રી મહેશભાઈ દલુભાઈ પટેલ તથા ઉપસરપંચ જયસુખભાઇ કાન્તિભાઇ પટેલને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 મુજબ હોદ્દા પર થી દૂર કરવામાં આવેલ છે.

No comments