Translate

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ ૧૩ હજારનો દંડ વસુલાયો

 


વલસાડ જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલના આદેશ અનુસાર નાયબ કલેકટર સ્‍ટેમ્‍પ ડયુટી જયોતિબા ગોહિલની આગેવાની હેઠળ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં કચેરી વ્‍યવસ્‍થાપન અને કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું  સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા પાલન થાય છે કે નહીં? તેની ખાતરી કરવા અલગ અલગ બે ટીમો બનાવવામાં આવી છે. 

જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલની સુચના અને આદેશ  અનુસાર નાયબ કલેકટર સ્‍ટેમ્‍પ ડયુટી  જયોતિબા ગોહિલની આગેવાની હેઠળ આજે તા.૧૪/૦૯/૨૦૨૦ના રોજ વલસાડમાં ૧૮ ગુજરાત સરકારની અને ૪ કેન્‍દ્ર સરકારની કચેરી મળી ૨૨ તેમજ વાપીની ૭ મળી કુલ ૨૯ જેટલી કચેરીઓની ઝુંબેશરૂપે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન ન કરવા બદલ કુલ -૧૩ કર્મચારીઓ પાસેથી સ્‍થળ ઉપર એક-એક હજાર રૂપિયા મળી કુલ ૧૩ હજારનો દંડ કરવામાં આવ્‍યો છે. જિલ્લા કલેકટરશ્રીના જણાવ્‍યા અનુસાર ભવિષ્‍યમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે અને સરકારી કચેરીઓમાં અધિકારી/ કર્માચારીઓની પહેલી ફરજ કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. આ ઝુંબેશ ચાલુ રાખી લોકોના હિતમાં જિલ્લા વહીવટીતંત્ર કાર્યરત રહેશે તેમ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે. 


No comments