વલસાડ જિલ્લામાં લોકડાઉન અંતર્ગત પ્રતિબંધાત્મહક આદેશો
વિશ્વભરમાં
નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક
મહામારી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ
માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કેન્દ્રના ગૃહ
વિભાગ દ્વારા તા.૧/૯/૨૦ના જાહેરનામાથી લોકડાઉનની મુદત તા.૩૦/૯/૨૦૨૦ સુધી વધારવામાં
આવી છે. આમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા અટકાવવા અને
લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરાવાવ માટે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી હોવાથી
નેશનલ ડીઝાસ્ટર એક્ટરની કલમ-૩૪ અને ફોજરારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે વલસાડ
જિલ્લાની જાહેર જનતાની સલામતી તથા કોરોના વાઇરસના સંક્રમણ ન ફેલાય તે હેતુસર વલસાડ
જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો
જારી કર્યા છે.
જે અનુસાર વલસાડ જિલ્લામાં શાળા, કૉલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ
તા.૩૦/૯/૨૦૨૦ સુધી બંધ રહેશે, પરંતુ ઓનલાઇન તથા ડિસ્ટન્સ
લર્નિંગ ચાલુ રહેશે. તા.૨૧/૯/૨૦૨૦થી આરોગ્ય વિભાગના એસ.ઓ.પો.ના ચુસ્તપણે પાલન
કરીને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ૦ ટકા શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફને
ઓનલાઇન શિક્ષણ, ટેલી કાઉન્સેલિંગ માટે બોલાવી શકશે. તા.૨૧/૯/૨૦થી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર એસ.ઓ.પી. અનુસાર
કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિત
પૂર્વમંજૂરી મેળવી શાળાએ જઇ શકશે. સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ પણ
માર્ગદર્શિકાના પાલન સાથે શરૂ કરી શકાશે. ટેકનીકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ
ફોર પી.એચ.ડી. એન્ડ અધર પોસ્ટ ગ્રેજ્યુએટ કે જેમાં લેબ અથવા એક્ષ્પરીમેન્ટલ
વર્ક જરૂરી હોય તે અંગે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગૃહમંત્રાલયના
પરામર્શમાં રહીને લેવાનાર નિર્ણય મુજબ અનુસરવાનું રહેશે.
સમગ્ર વલસાડ જિલ્લામાં સામાજિક, શૈૅક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક/ રાજકીય સમારોહ તથા અધર કોન્ગેગ્રેશનમાં ફેસકવર, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ અને
સેનેટાઇઝરની વ્યવસ્થા સાથે તા.૨૧/૯/૨૦થી ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં એકઠા કરવાની
છૂટ આપવામાં આવી છે. પરંતુ લગ્ન સમારંભમાં ૫૦ અને અંતિમક્રિયામાં ૨૦ વ્યક્તિની
મર્યાદા તા.૨૦/૯/૨૦ સુધી યથાવત રહેશે.
સિનેમા હોલ, સ્વિમિંગ પુલો, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, બાર, ઓડીટોરિયમ, એસેમ્બ્લી હોલ તથા અન્ય સરખી જગ્યાઓ બંધ રહેશે પરંતુ ઓપન એર થિયેટર તા.૨૧-૯-૨૦થી એસ.ઓ.પી. મુજબ શરૂ કરી શકાશે.પાર્ક અને જાહેર બગીચાઓ, હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૧-૦૦ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે, પરંતુ ટેક અવે ફેસીલીટીને સમયમર્યાદા લાગુ પડશે નહીં. શોપિંગ મોલ એસ.ઓ.પી મુજબ ચાલુ રાખી શકાશે. દુકાનો પણ સમયમર્યાદાની બાધ વિના ચાલુ રાખી શકાશે. ધાર્મિક સ્થળો તા. ૦૮ જુનથી અમલી બનેલ ઉપર એસ.ઓ.પી. મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમ તથા મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. શેરી વિક્રેતા શહેરી સ્થાનિક સંસ્થાઓ નગરપાલિકાની એસ.ઓ.પી. મુજબ કામગીરી કરી શકશે. લાયબ્રેરી ૬૦ ટકા બેઠક ક્ષમતા સાથે અને જી.એસ.આર.ટી.સી. બસ સર્વિસ શરૂ કરી શકાશે. ખાનગી બસ સેવા ૫૦ ટકા તથા ૬૦ ટકા બેઠક ક્ષમતાથી કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શરૂ કરી શકાશે. ટુ-વ્હીલર પર બે વ્યક્તિ, ઓટો રીક્ષામાં એક ડ્રાઇવર અને બે પેસેન્જર, કેબ, ટેક્ષી, કેબ એગ્રીગ્રેટર્સ, ખાનગી વાહનો એક ડ્રાઇવર અને બે પેસેન્જર, પરંતુ ૬ કે તેથી વધુ બેઠક હોય તો એક ડ્રાઇવર અને ત્રણ પેસેન્જર સાથે પરિવહન કરી શકશે. ખાનગી ઓફિસો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરી શકશે, પરંતુ શકય હોય તો વર્ક ટુ હોમને પ્રાધાન્ય આપવાનું રહેશે
૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવું ફરજિયાત છે. આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા તેમજ આરોગ્યના કારણો માટે બહાર જઇ શકશે.
જાહેર સ્થળો અને કામકાજના સ્થળે તેમજ વાહન ચલાવતી વખતે માસ્ક પહેરી ચહેરો
ઢાંકવાનો રહેશે. જાહેર રસ્તા ઉપર થૂંકવા ઉપર પ્રતિબંધ રહેશે. જેના ભંગ બદલ નિયત
કરેલા દંડ વસુલી કરાશે. ફક્ત ફોરવ્હીલર વાહન ચલાવતી વખતે એક જ વ્યક્તિ
(ડ્રાઇવર) હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ મળશે.
જો કોઇ મુસાફર જાહેર થયેલા કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/
દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ
ખાતે તથા જિલ્લા હેલ્પલાઇન નંબર ૧૦૪ ઉપર
ફરજીયાત જાણકારી આપવાની રહેશે.
આરોગ્ય સેતુ એપનો મહત્તમ ઉપયોગ થાય તે હેતસુર ઉપયોગ કોરોના ચેપના સંભવિત જોખમ
માટે સુરક્ષા કવચરૂપી અને ઓફિસ તથા કામના સ્થળ ઉપર સલામતીની ખાતરી માટે તમામ
કર્મચારીઓ પાસે આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરાવી તેની નોકરીદાતાઓએ ખાતરી કરવાની
રહેશે. એટલું જ નહીં તબીબી સહાય આપવાની સુવિધા સરળ રીતે થઇ શકે તે હેતુસર એપમાં
દરેક વ્યક્તિએ તેમના આરોગ્યની સ્થિતિને નિયમિતપણે અપડેટ પણ કરવાની રહેશે.
આ હુકમ જે વ્યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય
સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે
નહીં.
કોઇપણ વ્યક્તિ લોકડાઉનના આ પગલાંનું તથા કોવિડ-૧૯ માટે નેશનલ ડિરેક્ટિવ્સ
મેનેજમેન્ટનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ તેમજ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ હેઠળની જોગવાઇ મુજબ કાર્યવાહી
કરવામાં આવશે.

No comments