Translate

વલસાડમાં બાળ મજૂરી કરતા 17 થી વધારે બાળકો મળી આવ્યા

 


જિલ્લામાં બાળ સુરક્ષા અંતર્ગત જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૫ મુજબ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ કાર્યરત છે ત્યારે વલસાડ સીટી વિસ્તારમાં ઘણા સમયથી બાળકો ભિક્ષાવૃતિ અને બાળમજૂરી કરતા નજરે આવેલ હતા. 

ત્યારે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ બંને કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યુ હતુ. 

તા.૦૭/૦૯/૨૦૨૦ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાથે સંકલન કરી વલસાડમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ત્યારે ૦૭/૦૯/૨૦૨૦ના સોમવારના રોજ જિલ્લા પોલીસ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી જેસ્મીન પંચાલ અને અને પ્રથમ ચાઈલ્ડ લાઈન-૧૦૯૮ કોઓર્ડિનેટર નિકિતા મેકવાન ના નેતૃત્વમાં 5 ટુકડી ઓ બનાવી શહેરના અલગ અલગ સ્થળો પર મુલાકાત કરતા બાળમજૂરી અને બાળ ભિક્ષાવૃતિ કરતા બાળકો મળી આવ્યા હતા.તેઓની પૂછતાછ કરતા અને અન્ય માહિતિના આધારે બાળકો શાળામાં ન જતા બાળમજૂરી અને બાળ ભિક્ષાવૃતિમાં રોકાયેલ જાણવા મળેલ છે.ત્યારે વલસાડ સીટીના આઝાદચોક, સ્ટેશનરોડ, રૂરલ પોલીસ સ્ટેશન, સ્ટેડિયમ રોડ વિસ્તારમાંથી કુલ ૦૭ બાળકો મળી આવેલ હતા.તેઓને પુન:સ્થાપન બાબતે બાળ ગૃહ કુમાર અને કન્યા,ધરાસણા ખાતે રાખવામાં આવ્યા છે.

તે જ રીતે આજ રોજ તા.૦૯/૦૯/૨૦૨૦ના રોજ પણ શહીદચોક-માંછલી માર્કટ, મટનમાર્કટ, ઢોબીતળાવ-ઓટો ગેરેજ, નાના તાઈવાડ, બાબુ સિંગચણા, રામરોટી ચોક, કલ્યાણી બાગ નવરંગ લસ્સી વિગેરે સ્થળે ડ્રાઈવ કરી કુલ ૧૦ બાળકોને (૦૨ કન્યા અને ૦૮ કુમાર)  બાળ મજૂરીમાંથી મુકત કરાવ્યા હતા.

જેથી બાળકોને સમાજમાં યોગ્ય રીતે પુન:સ્થાપન કરી શકાય.

No comments