ગુજરાતનો સૌથી વ્યસ્ત હાઇવે બીસ્માર
વલસાડ જિલ્લામાં પડેલા વરસાદે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. જીલ્લાનો સૌથી વ્યસ્ત હાઇવે નંબર 48 તથા વાપીના રસ્તાઓ ચંદ્રના ખાડાઓને પણ શરમાવે તેવા બની ગયા છે. વર્ષે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ લોકોના માથે ચાલુ વરસાદમાં રસ્તા ઉપર વાહન ચલાવવા જોખમી સાબિત થઈ રહ્યા છે.
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના રસ્તાઓની હાલત ચંદ્ર પરના રસ્તાઓ જેવી કરી નાખી છે. વલસાડ જિલ્લામાંથી પ્રસાર થતો હાઇવે નંબર 48 જે હાઇવે મુંબઈ અને અમદાવાદને જોડે છે. આ હાઇવે પર રોજ લાખો વાહનો પસાર થતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી નજીક ખડકી હાઇવે પર ઓવરબ્રિજની કામગીરી છ માસમાં પૂર્ણ થવાની હતી, પરંતુ લોકડાઉનના કારણે આ કામગીરી બંધ રહી જતા હાલ વરસાદના કારણે આ સ્થળના સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે.
જેના કારણે બંને ટ્રેક પર ટ્રાફિક જામ થઇ રહ્યુ છે. વરસાદી વાતાવરણ વચ્ચે ખડકીથી પારડી સુધી વાહનોની કતારો જોવા મળે છે. પારડી પહોંચતાં 5થી 7 મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે પરંતુ હાલ ના સમયમાં 1 થી 2 ક્લાક લાગે છે તો બાઇક સવારો પણ ટ્રાફિક જામમાંથી પસાર થઇ શકતા નથી. એશિયાની મોટા માં મોટી ઇન્ડસ્ટ્રીઝઓ વાપી ખાતે આવેલી હોવાથી અહીંયા મોટી સંખ્યામાં મોટા વાહનોમાં માલ સામાન આવતો હોય છે ત્યારે હાઇવે પર પડેલા મસ્ત મોટા ખાડાઓના કારણે વાહનોના ટાયર પંચર તથા વાહનો પલટી મારી જતા વાહન ચાલકો તથા વેપારી ઓને ભારે નુકશાન થઈ રહયું છે. ખડકી હાઇવે પર ટ્રાફિકના પ્રશ્નને હલ કરવા સાંસદ,અને નેશનલ હાઇવે ઓથોરોટી આગળ આવે તેવી માગ વાહન ચાલકોમાં ઉઠી રહી છે.
ત્યારે બીજી બાજુ જો વાત કરીએ રાજ્યની નામાંકિત ઔદ્યોગિક નગરી વાપી હાલ ખાડા નગરી બની જવા પામી છે. વાપીના ઉદ્યોગિક વિસ્તાર ચણોદ હોય કે પછી વાપીનો પોષ એરીયા એવો ચલા તમામ રસ્તાઓ હાલે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. ચોમાસુ આવતા જ સ્થાનિક રહેવાસીઓ માટે બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓ માંથી વાહનો ચલાવવા ભારે જોખમી સાબિત થઈ રહ્યા છે. થોડા અમથા વરસાદમાં આ ખાડાઓ માં પાણી ભરાય છે ત્યારે વાહન ચાલકોને ચાલુ વરસાદમાં ખ્યાલ નથી આવતો અને અકસ્માત નો ભય રહે છે. ત્યારે વાપીના ચલા વાસીઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક રસ્તાઓનું સમાર કામ કરાવે. જેથી વર્ષો જૂની સ્થાનિક લોકોની સારા રસ્તા ની માંગ પૂર્ણ થાય. સૌથી વધુ ખરાબ હાલત વૃદ્ધ બાઇકચાલકો ની થાય છે કારણ કે રસ્તા પર પડેલા ખાડા કેટલા ઊંડા હોય છે તે ચાલુ વરસાદે ખ્યાલ નથી આવતો અને જો થોડી ગફલત થાય મોટો અકસ્માત સર્જી થઈ શકે છે.



No comments