Translate

વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્‍તારોમાં એપીસેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરાયા


વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્‍તારમાં એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તાત્‍કાલિક અસરથી તા.૨૯/૦૮/૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
જે અનુસાર વલસાડ જિલ્લાના એ.પી.સેન્‍ટર તરીકે જાહેર કરાયેલા વિસ્‍તારોમાં (૧) વલસાડ તાલુકાના હનુમાન ભાગડા કોળીવાડ ખાતે આવેલું અનિલભાઇ ભગવાનભાઇ પટેલનું મકાન, (ર) વાપી નગરપાલિકા વિસ્‍તારમાં નહેરુ સ્‍ટ્રીટ, જૈન મંદિર નજીક આવેલો ફલેટ નં.૨૦૧, ઇલોરા એપાર્ટમેન્‍ટ, મહેન્‍દ્રભાઇ જગનનાથ  ગુપ્‍તા, (૩) પારડી તાલુકાના ખડકી-ભંડારવાડ ખાતે આવેલું  હરેશભાઇ મોહનભાઇ પટેલનું મકાન, (૪) વાપી તાલુકાના છરવાડા કોપરલી રોડ ઉપર આવેલો ફલેટ નં.૪૦૭, ચોથો માળ, ધનલક્ષ્મી એપાર્ટમેન્‍ટ, ઇ-બિલ્‍ડિંગ, પુંડલિકભાઇ રઘુનાથભાઇ ખરાડે, (પ) વલસાડ નગરપાલિકા વિસ્‍તારમાં રામવાડી ખાતે આવેલી શિવકૃપા બિલ્‍ડિંગના પ્રથમ માળ ઉપર આવેલું દિનેશભાઇ શાંતિલાલ ટેલરનું મકાન, (૬) પારડી તાલુકાના પરીયા, ઇશ્વરનગર ખાતે આવેલું પરીયા બંધાડીના સુરેશભાઇ લલ્લુભાઇ પટેલનું મકાન, (૭) ઉમરગામ તાલુકાના મરોલી બજાર ફળિયા ખાતે આવેલું નિરંજનભાઇ રમણભાઇ ટંડેલનું મકાન, (૮) વાપી તાલુકાના ચણોદ ગ્રામ પંચાયત નજીક આવેલો ફલેટ નં.૨૦૨, બીજો માળ, શ્રીનાથજી પાર્ક,-બી બિલ્‍ડિંગ, બીભાબેન સુમનભાઇ ઝાના મકાનનો સમાવેશ થાય છે.  
જ્‍યારે કન્‍ટેઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરાયેલા વિસ્‍તારોમાં (૧) વલસાડ તાલુકાના હનુમાન ભાગડા કોળીવાડ ખાતે આવેલું અનિલભાઇ ભગવાનભાઇ પટેલ, મુકેશભાઇ બાબરભાઇ રાઠોડ અને રાજુભાઇ સોમાભાઇ પટેલનું મકાન મળી કુલ ત્રણ મકાનો, (ર) વાપી નગરપાલિકા વિસ્‍તારમાં નહેરુ સ્‍ટ્રીટ, જૈન મંદિર નજીક આવેલા ઇલોરા એપાર્ટમેન્‍ટના બીજા માળના તમામ ફલેટ, (૩) પારડી તાલુકાના ખડકી-ભંડારવાડ ખાતે આવેલું હરેશભાઇ મોહનભાઇ પટેલ, વસંતભાઇ બાવાભાઇ પટેલ અને દિનેશભાઇ મોહનભાઇ પટેલનું મકાન મળી કુલ ત્રણ મકાન, (૪) વાપી તાલુકાના છરવાડા કોપરલી રોડ ઉપર આવેલા ધનલક્ષ્મી એપાર્ટમેન્‍ટ, ઇ-બિલ્‍ડિંગના ચોથા માળ ઉપર આવેલા તમામ ફલેટ, (પ) વલસાડ નગરપાલિકા વિસ્‍તારમાં રામવાડી ખાતે આવેલી શિવકૃપા બિલ્‍ડિંગ તથા બાજુમાં આવેલી બે બંધ દુકાનો (૬) પારડી તાલુકાના પરીયા, ઇશ્વરનગર ખાતે આવેલું પરીયા બંધાડીના સુરેશભાઇ લલ્લુભાઇ પટેલ, ગોવિંદભાઇ અને ઇશ્વરભાઇનું મકાન મળી કુલ ત્રણ મકાનો, (૭) ઉમરગામ તાલુકાના મરોલી બજાર ફળિયા ખાતે આવેલું નિરંજનભાઇ રમણભાઇ ટંડેલનું બે માળનું મકાન તથા નીચે આવેલી બે દુકાનો, (૮) વાપી તાલુકાના ચણોદ ગ્રામ પંચાયત નજીક આવેલા શ્રીનાથજી પાર્ક,-બી બિલ્‍ડિંગના બીજા માળ ઉપર આવેલા તમામ ફલેટસનો સમાવેશ થાય છે.  
 ઉક્‍ત તમામ વિસ્‍તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ જે તે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્‍તારોના તમામ રહેવાસીઓનું સ્‍ક્રીનિંગ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવશે. 
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલી આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. 
આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

No comments