ઓગસ્ટમાં સોના-ચાંદીના ભાવમાં 8 હજાર સુધીનો ઘટાડો
સોના ચાંદીના ભાવામાં ઘટાડો શરૂ છે, અમેરિકન ડૉલર મજબૂત થતાં વિદેશી બજારમાં સોનાનો ભાવ ઘટી રહ્યો છે.
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ તરફથી અર્થવ્યવસ્થાની રિકવરી અંગે સારી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે અમેરિકન ડૉલરમાં ઘટાડા બાદ હવે સુધારો જોવા મળી રહ્યો છે. આ જ સંકેતની અસર બુલિયન માર્કેટ એટલે કે સોના ચાંદીની કિંમત પર જોવા મળી રહી છે. આ કારણે સાત ઓગસ્ટના રોજ રેકોર્ડ સ્તરને સ્પર્શ કરનાર સોનાની કિંમતમાં ઘટાડો શરૂ થયો છે. આ દરમિયાન ઘરેલૂ બજારમાં સોનાના ભાવ પોતાની મહત્તમ સપાટીથી 4,200 રૂપિયા અને ચાંદીના ભાવ 8,860 રૂપિયા ઘટ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા બે સત્ર દરમિયાન સોનાની કિંમતમાં આવેલા ભારે ઘટાડા પાછળ અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વનું અનુમાન છે. ફેડના આવા અનુમાન બાદ સંકેત મળ્યો છે કે 18 સપ્ટેમ્બરના રોજ યોજાનાર કેન્દ્રીય બેઠકમાં વ્યાજદરો તરફ થોડું કૂણું વલણ દાખવવામાં આવી શકે છે.
નોંધનીય છે શુક્રવારે દિલ્હીની સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ 53,084 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 52,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. જ્યારે મુંબઈમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ઘટીને 52,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી ગયો હતો


No comments